«દેવી દેવતાઓ, શિવ, ઉપાસના, સ્તુતિ

શિવ – શ્રી શિવ સ્તુતિ – શંભુ ચરણે પડી

શંભુ ચરણે પડી માગું ઘડી યે ઘડી કષ્ટ કાપો;
દયા કરી દર્શન શિવ આપો !

તમો ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું કરનારા;
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો;
દયા કરી દર્શન શિવ આપો !

અંગે ભષ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી;
ભાલે તિલક કર્યું, કંઠે વિષ ધર્યું, અમૃત આપો,
દયા કરીદર્શન શિવ આપો !

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે;
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો,
દયા કરી દર્શન શિવ આપો !

હું તો એકલપંથ પ્રવાસી છતાં આતમ કેમ ઉદાસી !
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો;
દયા કરી દર્શન શિવ આપો !

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટમાં શિવરુપ દેખું;
આવી દિલમાં વસો, આવી હૈયે વસો, શાંતિ સ્થાપો;
દયા કરી દર્શન શિવ આપો !

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો;
ટાળો મન મદ, ગાળો સવ સદા, ભક્તિ આપો;
દયા કરી દર્શન શિવ આપો !

શંભુ ચરણે પડી માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો,
દયા કરી દર્શન શિવ આપો !

Share

Category: દેવી દેવતાઓ, શિવ, ઉપાસના, સ્તુતિ
Posted on Monday, April 26th, 2010

Related posts:

  1. માતાજી સ્તુતિ – વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
  2. માતાજી સ્તુતિ – અંબા મા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે
  3. શિવ – શ્રી શિવ સ્તવન
  4. શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
  5. માતાજી સ્તુતિ – અંબા અભય પદ દાયિની રે
  6. માતાજી સ્તુતિ – જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો
  7. શ્રી કૃષ્ણ – શ્રી રણછોડ બાવની
  8. શિવ – શ્રી રુદ્રાષ્ટકમ્‌
  9. માતાજી સ્તુતિ – મૈ ગુલામ મૈ ગુલામ મૈ ગુલામ તેરા
  10. શિવ – શ્રી દ્વ્રાદશ જ્યોતિર્લિંગ સ્તોત્ર

Leave a Reply

*