«દેવી દેવતાઓ, અંબાજીમાં, દેવી દેવતાઓ, માતાજી, ઉપાસના, સ્તુતિ

માતાજી સ્તુતિ – જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો

Jay Ambe Ma

જય અંબે

જે માનવી જન્મી જગે, જગદંબને ભૂલી ગયો
સેવા કરી ના માતની, અવતાર તો એળે ગયો.

કાયા મળી કંચન સમી, સેવા કરી ના માતની
માત મુખે ના વદ્યા, જીહવા દીધી શા કામની.

પરમેશ્વરીને પૂજતાં, પામર જીવો જાયે તરી
જેણે ભજ્યાં મા ભગવતી, આશા પૂરી જો ઈશ્વરી.

જાવાનું છે જો જો જરૂર, મીનમેખ તો ટળશે નહીં
મૂક્યાં વિસારી માતને, અવસર ફરી મળશે નહીં.

સેવક કહે મા આપનો, સૌ દાસને સંભાળજો
ચિંતન તમારા નામનું, અંબા સદાયે આપજો.

Share

Category: દેવી દેવતાઓ, અંબાજીમાં, દેવી દેવતાઓ, માતાજી, ઉપાસના, સ્તુતિ
Posted on Wednesday, October 20th, 2010

Related posts:

  1. માતાજી સ્તુતિ – અંબા અભય પદ દાયિની રે
  2. માતાજી સ્તુતિ – વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
  3. માતાજી સ્તુતિ – અંબા મા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે
  4. માતાજી સ્તુતિ – મૈ ગુલામ મૈ ગુલામ મૈ ગુલામ તેરા
  5. શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
  6. શિવ – શ્રી શિવ સ્તુતિ – શંભુ ચરણે પડી
  7. જય આદ્યા શક્‍તિ મા આરતી
  8. આસો નવરાત્રી
  9. ચૈત્ર નવરાત્રી
  10. શિવ – શ્રી શિવ પંચાક્ષર માલા

Leave a Reply

*