માતાજી સ્તુતિ – અંબા મા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે
અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
લક્ષ ચોર્યાશી ફેરા ફરીને, મનસા અવતાર ધરાવ્યો છે,
ગુલામ તમારો આવ્યો મુસાફર, માયામાં લપટાયો છે…
કામ, ક્રોધ, મોહ, મત્સર, માયા દુર્મતિ પર ધાયો છે,
લોભ લહેર એક નદીયા વહે છે, ઉસમેં જીવ દુભાયો છે…
તુમ બીના પાર ઉતારે કોણ મા, ભક્તને કે શિર ગાજે છે,
અરજ કરીને માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
કોઈ વખત જીવ જાયે ધરમ પર, માયા પાછી લપટાવે છે,
આકીન અમારું રહેતું નથી, મારું પાપ મને અથડાવે છે…
હવે ઉપાય શું કરું માતાજી, હમકું કોઈ બતાવે છે,
ચાકર બેઠો ચિત્તમાં તમારો, દિલમાં બહુ ગભરાવે છે…
મારી હકીકત તું સહુ જાણે, ઘટઘટમાં તું બિરાજે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
માન નિરંજન તું દુઃખભંજન, નિરધનને ધન આપે છે,
વાંઝિયા હોય તેનું મેણું ટાળી, તેને તું ફરજંદ આપે છે…
ભક્ત કરે મા ભક્તિ તમારી, તેને તું દર્શન આપે છે,
જન્મોજનમનાં પાપ નિવારણ, એક પલકમાં કાપે છે…
બહુચર-બાળી અંબે દયાળી, ભક્તન જે શિર ગાજે છે,
મારી હકીકત કહી મમમાયા, તુમ બીન કોણ મિતાવે છે…
બ્રહ્મા, વિષ્ણુ, રુદ્રને કહીએ, તે તારા ગુણ ગાએ છે,
સર્વ દેવના દેવ તમે છો, તેરા નામકું ધાએ છે…
મહારાજ ગીર કહે સત્ય શબ્દ, એ અમર પદ પામે છે,
અમીચંદ કહે છંદ બનાવી, તારે હાથ મારી લાજે છે…
અંબા મા તારું દર્શન દુર્લભ, દર્શનથી દુઃખ ભાંગે છે,
અરજ કરી માને શીશ નમાવું, ધન્યભાગ મારું આજે છે…
Category: દેવી દેવતાઓ, અંબાજીમાં, દેવી દેવતાઓ, માતાજી, ઉપાસના, સ્તુતિ
Posted
on Wednesday, October 20th, 2010
Related posts:
- માતાજી સ્તુતિ – અંબા અભય પદ દાયિની રે
- શિવ – શ્રી શિવ સ્તુતિ – શંભુ ચરણે પડી
- માતાજી સ્તુતિ – જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો
- માતાજી સ્તુતિ – વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
- માતાજી સ્તુતિ – મૈ ગુલામ મૈ ગુલામ મૈ ગુલામ તેરા
- શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
- શિવ – શ્રી શિવ માનસ પૂજા
- શ્રી કૃષ્ણ – શ્રી રણછોડ બાવની
- જય આદ્યા શક્તિ મા આરતી
- ચંદ્રઘંટા – નવદુર્ગાનું ત્રીજુ સ્વરૂપ
