«દેવી દેવતાઓ, અંબાજીમાં, દેવી દેવતાઓ, માતાજી, ઉપાસના, સ્તુતિ

માતાજી સ્તુતિ – અંબા અભય પદ દાયિની રે

Vahanvati Shikotar Mata

વહાણવટી શિકોતર માતા

અંબા અભય પદ દાયિની રે, શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની, અંબા અભય પદ દાયની રે ,

હેમ હિંડોળે હિંચકે રે, હીંચે આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…

સંખીઓ સંગાથે કરે ગોઠડી, આવે આઠમ ની રાત ભીડ ભંજની, અંબા અભય…

સર્વે આરાશુર ચોક માં રે, આવો તો રમીએ રાસ ભીડ ભંજની, અંબા અભય…

એવે સમે આકાશ થી રે, આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, અંબા અભય…

કોણે બોલાવી મુજને રે, કોણે કર્યો મને સાદ ભીડ ભંજની, અંબા અભય…

મધ દરિયો તોફાન માં, માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય…

વાયુ ભયંકર ફૂંકતો રે, વેરી થયો વરસાદ ભીડ ભંજની, અંબા અભય…

પાણી ભરાણા વહાણ માં રે, એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, અંબા અભય…

આશા ભર્યો હું આવીયો રે, વહાલા જોતા હશે વાટ ભીડ ભંજની, અંબા અભય…

હૈયું રહે નહિ હાથ માં રે, દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની, અંબા અભય…

મારે તમારો આશરો રે, ધાઓ ધાઓ મમ માત ભીડ ભંજની, અંબા અભય…

અંબા હિંડોળે થી ઉઠયા રે, ઉઠયા આરાશુરી માત ભીડ ભંજની, અંબા અભય…

સખીઓ તે લાગી પુછવા રે, ક્યાં કીધા પરિયાણ ભીડ ભંજની, અંબા અભય…

વાત વધુ પછી પુછજો રે, બાળ મારો ગભરાય ભીડ ભંજની, અંબા અભય…

ભક્ત મારો ભીડે પડ્યો રે, હું થી એ કેમ સેહવાય ભીડ ભંજની, અંબા અભય…

એમ કહી નારાયાણી રે, સિંહે થયા અસ્વાર ભીડ ભંજની, અંબા અભય…

ત્રિશુલ લીધું હાથ માં રે, તાર્યું વણીકનું વહાણ ભીડ ભંજની, અંબા અભય…

ધન્ય જનેતા આપને રે, ધન્ય દયાના નિધાન ભીડ ભંજની, અંબા અભય…

પ્રગટ પરચો આપનો રે, દયા કલ્યાણ કોઈ ગાય ભીડ ભંજની, અંબા અભય…

બધી તેની ભાંગજો રે, સમયે કરજો સહાય ભીડ ભંજની, અંબા અભય…

અંબા અભય પદ દાયિની રે …

Share

Category: દેવી દેવતાઓ, અંબાજીમાં, દેવી દેવતાઓ, માતાજી, ઉપાસના, સ્તુતિ
Posted on Friday, October 8th, 2010

Related posts:

  1. માતાજી સ્તુતિ – અંબા મા તારું દર્શન દુર્લભ દર્શનથી દુઃખ ભાંગે છે
  2. માતાજી સ્તુતિ – વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા
  3. માતાજી સ્તુતિ – જે માનવી જન્મી જગે જગદંબને ભૂલી ગયો
  4. માતાજી સ્તુતિ – મૈ ગુલામ મૈ ગુલામ મૈ ગુલામ તેરા
  5. શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ
  6. શિવ – શ્રી શિવ સ્તુતિ – શંભુ ચરણે પડી
  7. આસો નવરાત્રી
  8. જય આદ્યા શક્‍તિ મા આરતી
  9. ચૈત્ર નવરાત્રી
  10. શ્રી કૃષ્ણ – શ્રી રણછોડ બાવની

Leave a Reply

*