શિવ – શ્રી અર્ધનારીશ્વર સ્તોત્ર
ચામ્પેયગૌરાર્ધશરીરકાયૈ કર્પૂરગૌરાર્ધશરીરકાય ।
ધમ્મિલકાયૈ ચ જટાધરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૧ ॥
જેની અડધી કાય ચમ્પકના જેવી ગૌર છે, અડધુ શરીર કપૂરના જેવું સફેદ છે, અર્ધભાગમાં સુંદર સુંવાળા વાળ છે, જ્યારે બીજા અડધામાં જટા છે, આવા શિવા (પાર્વતી) ને તથા શિવને નમસ્કાર.
કસ્તૂરિકાકુઙ્કુમ્ ચર્ચિતાયૈ ચિતારજઃ પૂઞ્ચવિચર્ચિતાય ।
કૃતસ્મરાયૈ વિકૃતસ્મરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૨ ॥
(અર્ધદેહ) કસ્તુરી અને કુંકુમથી ચર્ચિત છે, (અન્ય અર્ધભાગ) ચિતાની ભસ્મથી ખરડાયેલો છે. એક ભાગ સ્મર (કામદેવ) ને ઉત્પન્ન કરનાર છે. અન્ય ભાગ કામદેવનો નાશ કરનાર છે, આવા શિવાને તથા શિવને નમસ્કાર.
ચલત્ક્વણત્ કંઙ્ગનૂપુરાયૈ પાદામ્બરાજત્ફણિનૂપુરાય ।
હેમાંગદાયૈ ભુજઙ્ગદાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૩ ॥
(દેહના એક ભાગમાં) કંકણ અને ઝાંઝર ઝમકે છે, બીજામાં પગની અંદર સર્પોનાં ઝાંઝર શોભે છે. એકમાં સોનાના બાજુબંધ છે, બીજામાં ભુજંગના બાજુબંધ, આવા શિવાને અને શિવને નમસ્કાર.
વિશાલનીલોત્પલલોચનાયૈ વિકાસિપડેકરુહલોચનાય ।
સમેક્ષણાયૈ વિષમેક્ષણાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૪ ॥
એક ભાગમાં વિશાલ નીલકમલ જેવાં નેત્ર છે, બીજામાં વિકસેલા લાલ કમળ જેવાં લોચન છે. એક ભાગમાં સમાન નેત્ર છે, બીજામાં વિષમ નેત્ર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
મન્દારમાલાકુલિતાલકાયૈ કપાલમાલાંકિતકન્ધરાય ।
દિવ્યામ્બરાયૈ ચ દિગમ્બરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૫ ॥
દેહના એક ભાગમાં મન્દાર પુષ્પોની માળાથી કેશ ગૂંથ્યા છે, બીજામાં મુંડ માળાથી ડોક શોભે છે, એકમાં દિવ્ય વસ્ત્ર છે, બીજો ભાગ દિગમ્બર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
અમ્ભોધરશ્યામલકુન્તલાયૈ તડિત્પ્રભાતામ્રજટાધરાય ।
નિરીશ્વરાયૈ નિખિલેશ્વરાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૬ ॥
એક ભાગમાં મેઘના જેવાં શ્યામ વાળ છે, બીજામાં વીજળીન જેવી પીંગળી જટા છે, એક ભાગ નિરીશ્વર (ઈશ્વરરહિત) બીજા ભાગમાં નિખિલેશ્વર છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
પ્રપંચસૃષ્ટયુન્મુખલાસ્યકાયૈ સમસ્તસંહારકતાણ્ડવાય ।
જગજ્જનન્યૈ જગદેકપિત્રે નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૭ ॥
એક ભાગમાં સૃષ્ટિના સમસ્ત પ્રપંચને પ્રગટાવનાર લાસ્યનૃત્ય છે, બીજામાં સમસ્ત સૃષ્ટિનું સંહારક તાંડવ છે, એકમાં જગજ્જનની છે, બીજામાં જગતપિતા, આવા શિવાને અને શિવને નમસ્કાર.
પ્રદિપ્તરત્નોજ્જ્વલકુણ્ડલાયૈ સ્કુરન્મહાપન્નગભૂષણાય ।
શિવાન્વિતાયૈ ચ શિવાન્વિતાય નમઃ શિવાયૈ ચ નમઃ શિવાય ॥ ૮ ॥
એક ભાગમાં રત્નજડિત ઝળહળતાં કુંડળ છે, બીજામાં વળ ખાતાં મોટા સર્પોના આભૂષણ છે, એક ભાગ શિવાથી યુક્ત છે અને બીજો ભાગ શિવથી યુક્ત છે, આવા શિવાને અને શિવને નમસ્કાર.
એતત્ પઠેત્ અષ્ટકમિષ્ટદં યો ભવત્યામાન્યો ભુવિ દીર્ઘજીવી ।
પ્રાપ્નોતિ સૌભાગ્યમનન્તકાલં ભૂયાત્સદા તસ્ય સમસ્તસિદ્ધિઃ ॥ ૯ ॥
આ આઠ શ્લોકોવાળું સ્તોત્ર જે ભક્તિભાવથી પઠશે, તે લોકમાન્ય અને દીર્ધજીવી બનશે અને અનંતકાળ સુધી સુખ ભોગવશે અને તેને હમેશાં સમસ્ત સિદ્ધિ મળશે
Category: દેવી દેવતાઓ, શિવ, ઉપાસના, સ્તોત્ર
Posted
on Monday, April 26th, 2010
Related posts: