શિવ – શ્રી શિવ આરતી – ઓમ્ જય શિવ ઓંકારા
ઓમ્ જય શિવ ઓંકારા, પ્રભુ જય શિવ ઓંકારા ।
બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, અર્દ્ધાંગી ધારા ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – હે શિવ ! હે ઓંકાર ! હે પ્રભુ ! આપની જય હો. બ્રહ્મા, વિષ્ણુ તથા અન્ય દેવોના સમુહ કલ્યાણકારી મહેશજી સાથે આપ મારા કષ્ટોનું હરણ કરો.
એકાનન, ચતુરાનન, પંચાનન રાજે ।
હંસાસન, ગરુડાસન, વૃષવાહન સાજે ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – વિષ્ણુ રૂપમાં આપનું એક મુખ, બ્રહ્મા રૂપમાં આપના ચાર મુખ અને મહેશ રૂપમાં આપના પાંચ મુખ સુશોભિત છે. બ્રહ્મા રૂપમાં આપનું આસન હંસ, વિષ્ણુ રૂપમાં ગરુડ અને મહેશ રૂપમાં નંદી નામક બળદ સુસજ્જિત ઊભા છે.
દો ભુજ, ચારુ ચતુર્ભુજ, દશભુજ અતિ સોહે ।
તીનોં રુપ નિરખતે, ત્રિભુવન-જન મોહે ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – બ્રહ્મા રૂપમાં આપની બે ભુજાઓ, વિષ્ણુ રૂપમાં આપની ચાર સુંદર ભુજાઓ, તેમજ મહેશ રૂપમાં આપની દશ ભુજાઓ અત્યંત શોભાયમાન છે. આપના આ ત્રણે રૂપો જોઈને ત્રણે લોકના પ્રાણી મુગ્ધ થઈ રહ્યા છે.
અક્ષમાલા, વનમાલા, મુણ્ડમાલા ધારી ।
ચન્દન મૃગમદ સોહે, ભોલે શશિધારી ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – આપે રુદ્રાક્ષ, વન પુષ્પો તથા મુણ્ડોની માળા પહેરી રાખી છે. આપના માથા પર ચંદન અને કસ્તૂરીનો લેપ શોભાયમાન છે. આપના મસ્તક પર આપે ચંદ્ર પણ ધારણ કરી રાખ્યો છે.
શ્વેતામ્બર, પીતામ્બર, બાઘમ્બર અંગે ।
બ્રહ્માદિક, સનકાદિક, પ્રેતાદિક સંગે ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – આપના શરીર પર શ્વેત અને પીળા પીતાંબર વસ્ત્રો ઉપરાંત વાઘની ખાલનો પહેરાવ સુશોભિત છે. આપની સાથે બ્રહ્મ આદિ દેવગણ, સનક આદિ દિવ્ય ઋષિગણ અને ભૂત-પ્રેત આદિ પણ રહે છે.
કર મધ્યે કમણ્ડલુ, ઓ ત્રિશૂલધારી ।
સુખકારી, દુઃખકારી, જગપાલનકારી ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – આપના એક હાથમાં કમંડલુ છે તો બીજા હાથમાં ત્રિશૂલ છે. આપ સુખ આપનાર, કષ્ટોને દૂર કરનાર તથા સંસારનું ભરણ-પોષણ કરનાર પણ છે.
બ્રહ્મા, વિષ્ણુ, સદાશિવ, જાનત અવિવેકા ।
પ્રણવાક્ષર મેં શોભિત, યે તીનોં એકા ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – અજ્ઞાની લોક જ બ્રહ્મા, વિષ્ણુ અને સદા મંગલકારી મહેશને ત્રણ અલગ-અલગ રૂપોમાં જાણે છે. વાસ્તવમાં આ ત્રણે રૂપો ઓંકારના જ ત્રણ ભિન્ન-ભિન્ન રૂપોમાં સુશોભિત છે.
ત્રિગુણ સ્વામી કી આરતી, જો કોઈ નર ગાવે ।
કહત શિવાનન્દ સ્વામી, મન વાંછિત ફલ પાવે ॥ ઓમ્ જય શિવ …
[ભાવાર્થ] – સ્વામી શિવાનન્દ કહે છે કે, “જે કોઈ પણ ત્રણે ગુણોના (સત્ત્વ, રજસ અને તમસના) સ્વામી શિવજીની આરતી ગાય છે, તે મન ઇચ્છિત ફળના અધિકારી થઈ જાય છે.”
Category: ઉપાસના, આરતી, દેવી દેવતાઓ, શિવ
Posted
on Wednesday, April 28th, 2010
Related posts: