ગુરુ આરતી – આનંદ મંગળ કરૂં આરતી હરિ ગુરુ સંતની સેવા
આનંદ મંગળ કરૂં આરતી, હરિ ગુરુ સંતની સેવા
પ્રેમ ધરીને મારે મંદિરીયે પધારો, સુંદર સુખડા દેવા… વ્હાલા આનંદ મંગળ…
મારે આંગણિયે તુલસીનો ક્યારો, શાલિગ્રામની સેવા… વ્હાલા આનંદ મંગળ…
પય પકવાન આગે ધરું, વિધવિધ ના ધરું મેવા… વ્હાલા આનંદ મંગળ…
મોર મુકટ મકરાધીત કુંડળ, શ્યામ સુંદર હારી જેવા… વ્હાલા આનંદ મંગળ…
ત્રિભુવન તારણ ભક્ત ઉધારણ, અખંડ મૂરતી અભેવા… વ્હાલા આનંદ મંગળ…
સંત મળે તો મહાસુખ પામું, ગુરુજી મળે તો મીઠા મેવા… વ્હાલા આનંદ મંગળ…
સકળ તીરથ મારા ગુરુજીને ચરણે, ગંગા જમુના રેવા… વ્હાલા આનંદ મંગળ…
શિવ સનકાદિક ઓર બ્રહ્માદિક, નારદ શારદ જેવા… વ્હાલા આનંદ મંગળ…
એની વાણી વેદે વખાણી, નારશું જાણે એવા… વ્હાલા આનંદ મંગળ…
જેના આંગણિયે કત નહિ કીર્તન, એ ઘર સમસાન જેવા… વ્હાલા આનંદ મંગળ…
ઝીણા ઝીણા મોતીડે ને ચોખલીયે વધાવું, આવો દરશન દેવા… વ્હાલા આનંદ મંગળ…
રતન જડિત બાજોટ ઢળાવું, આવ્યા દરશન દેવા… વ્હાલા આનંદ મંગળ…
કહે પ્રીતમ ઓળખો અવિનાશીને, હરિનાં જન હરિ જેવા… વ્હાલા આનંદ મંગળ…
Category: ઉપાસના, આરતી, દેવી દેવતાઓ, ગુરુ
Posted
on Thursday, April 22nd, 2010
Related posts: