શ્રી શ્રી સીતારામદાસ ઓમકારનાથ ઠાકુર

Shri Sitaramdas Omkarnath Thakur
શ્રી શ્રી સીતારામદાસ ઓમકારનાથ ઠાકુર એ સ્વામી શ્રી ગણેશાનન્દજીના ગુરુ છે. શ્રી શ્રી સીતારામદાસ ઓમકારનાથ ઠાકુર એ કલકતા બંગાળમાં થઇ ગયેલ મહાન સંત છે. તેમનો જન્મ ૧૭ ફેબ્રુઆરી ૧૮૯૨ માં બંગાળના હુગલી જીલ્લાના કીઓટા ગામે થયો હતો. તેમણે માત્ર ૬ વર્ષની ઉંમરે પોતાના માતા પિતાને શિવ-શક્તિના દર્શન કરાવેલ. તેમજ તેમણે પોતાના ગુરુ શ્રી દાસરથીદેવને પણ શિવજીના દર્શન કરાવેલ. ઓરીસ્સાના જગન્નાથ મંદિરમાં ભગવાને તેમને દર્શન આપીને કહયું હતું કે “જાવો નામનો પ્રસાર કરો - હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ હરે હરે”.

Shri Sitaramdas Omkarnath Thakur with Swami Chidananda
તેમણે પોતાના અનુભવ અને ધર્મગ્રંથોનો અભ્યાસ કરીને ભક્તિ અને અધ્યાત્મ જ્ઞાનના ફેલાવા માટે ૨૦૦ ઉપરાંત પુસ્તકો લખેલ છે અને ઘણી બધી ભાષાઓમાં સામાયિકો ચાલુ કર્યા છે. તેમના ઘણા પુસ્તકોનો ગુજરાતીમાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે. તેમજ તેમણે ૬૫ ઉપરાંત મઠો-આશ્રમો, દવાખાના અને શાળાઓની સ્થાપના કરી હતી.

Shri Sitaramdas Omkarnath Thakur with Maharshi Mahesh Yogi
તેમણે તેમના જીવનકાળ(૧૮૯૨ – ૧૯૮૨) દરમ્યાન ભગવાનના નામ પ્રચાર માટે ભારતભરમાં ઘણી બધી યાત્રાઓ કરી હતી. અને આ દરમ્યાન તેઓ ઘણા બધા સંતોને મળ્યા હતા. જેમાં શ્રી આનંદમયી માં, શ્રી મહેશ યોગી, શ્રી ડોંગરેજી મહારાજ, સ્વામી શ્રી ચિદાનંદ, શ્રી દયા માં(યોગદા સત્સંગ), શ્રી સુશીલ મુની(શ્વેતાંબર જૈન), બરફી બાબા(અમરકંટકના પ્રખ્યાત યોગી), પરમહંસ હરિહરાનંદ(ક્રિયા યોગ), સુજન શીખ, દલાઈ લામા અને પીર ઈનાયત વિલાયત ખાન(સુફી) નો સમાવેશ થાય છે. ડિવાઇન લાઈફના સ્વામી શ્રી ચીદાનંદે તેમને “નામાવતાર” ગણાવ્યા હતા.

Shri Sitaramdas Omkarnath Thakur with Dalai Lama
તેમણે ગુજરાતના દેવસ્થલીના ચમકેશ્વર મહાદેવ અને સિદ્ધપુરના વટેશ્વર મહાદેવમાં પોતાના અજ્ઞાતવાસ દરમ્યાન નિવાસ કરેલો હતો. તેમનો ગુજરાતના બેટ દ્વારકામાં આવેલ રણછોડ આશ્રમ ખુબ પ્રખ્યાત છે. કલકતામાં આવેલ મહામિલન મઠએ તેમનો મુખ્ય આશ્રમ છે.
તેમના વિશેની વધુ માહિતી માટે નીચેની વેબસાઈટ જુઓ.
www.omkarnathmission.org
www.omkarnath.com
www.guravenamah.com
www.streamsofnectar.com