«દેવી દેવતાઓ, શ્રી ગણેશ, ઉપાસના, યજ્ઞ

શ્રી ગણેશ યજ્ઞ

 

Shri Ganesh

Shri Ganesh

कालौ गणाधिपः श्रेष्ठस्तेनानन्तफलप्रदः।
पूजयेदेवदेवेशं सर्वविघ्नोपशान्तये॥
अन्ते च परमं धाम दधाद भत्केषु पावनम।

ભગવાન શ્રી ગણેશ કલયુગમાં સર્વશ્રેષ્ઠ દેવ કહેવાય છે. જેથી તે અનન્ત ફલના દાતા છે. મનુષ્યોના સકલ વિઘ્નોની નિવૃતિ માટે દેવાધિદેવ ગણેશજીની પૂજા કરવી જોઇએ. ગણેશજી આ લોકમાં ધન – ધાન્ય આદિ આપે છે અને અંતે શરીર છોડ્યા પછી ભક્તને પરમ પાવન દિવ્ય ધામ આપે છે.

॥ कलौ चंडी विनायकौ ॥
આ સૂત્ર અનુસાર કલિયુગમાં ચંડી (દેવી) અને ગણેશજીની આરાધના શ્રેષ્ઠ કહી છે.
સનાતન ધર્મમાં મુખ્ય પાંચ દેવતાઓ છે. જેમાં ગણેશજી નો સમાવેશ થાય છે. ભગવાન ગણેશ પૃથ્વી તત્વના અધિપતિ દેવ છે માટે ઉપનિષદોમાં કહ્યુ છે કે मूलाधार स्थितोसि नित्यम ॥ ગણેશજી મૂલાધારમાં નિત્ય સ્થિત છે.

ગણેશ યજ્ઞનું મહત્વ
ભગવાન શ્રી ગણેશની આરાધનાથી મનુષ્યના વિઘ્નો, સંકટો અને અશાંતિ દૂર થાય છે. નારદ પુરાણમાં “સંકષ્ટ નાશન” નામનું ગણપતિનું સ્તોત્ર છે, જેમાં નારદજી કહે છેઃ

विध्यार्थी लभते विध्या धनार्थी लभते धनम् ।
पुत्रार्थी लभते पुत्रान्मीक्षार्थी लभते गतिम् ॥

વિધ્યાર્થી ગણેશજીની ઉપાસના કરે તો તેને વિધ્યાની પ્રાપ્તિ થાય છે. ધન પ્રાપ્તિની કામના થી પૂજા કરે તો ધનની પ્રાપ્તિ થાય છે. પુત્ર પ્રાપ્તિની કામના વાળાને પુત્ર પ્રાપ્ત થાય છે. મોક્ષ ઈચ્છનારને મોક્ષની પ્રાપ્તિ થાય છે.

હોમાત્મક ફળ
“દૂર્વાંકૂરો” થી (ધરો) હોમ કરનાર તે કુબેર જેવો ધનવાન બને છે.
“ડાંગર” થી હોમ કરે છે તે યશસ્વી તેમજ બુધ્ધિમાન બને છે.
એક હજાર “મોદક” (લાડુ) થી હોમ કરે છે તે વાંચ્છિત ફળ મેળવે છે.
જે “ઘી” અને “સમિધ” દ્વારા હોમ કરે છે તે દરેક વસ્તુ મેળવી શકે છે.

ગણેશ યજ્ઞમાં અગ્નિકુંડમાં મહાગણપતિનું આવાહન કરી ૧૦ બ્રાહ્મણો દ્વારા ગણેશ અર્થવર્શીષ સ્તોત્ર દ્વાર ૧૦૦૦ મોદકનો હોમ કરવામાં આવે છે.
સામાન્યતઃ દરેક વ્યક્તિ માટે હવન, યજ્ઞ, યાગ આ દરેક શબ્દનો અર્થ એક જ થાય છે તેમ સમજે છે. પરંતુ શાસ્ત્રની દ્રષ્ટિએ તે અલગ – અલગ છે.

હવન : જેમાં યજ્ઞ કુંડમાં ૧૦૦૦ થી ઓછી આહુતિ અપાય તેને હવન કહેવાય.
યજ્ઞ : જે યજ્ઞકુંડમાં ૧૦૦૦ થી વધારે આહુતિ અપાય તેને યજ્ઞ કહેવાય.
યાગ : જેમાં દસ હજાર કે તેથી વધુ આહુતિ અપાય તેને યાગ કહેવાય છે. જે ત્રણ, પાંચ, નવ, અગિયાર દિવસનો હોમાત્મક પ્રયોગ હોય છે.

Share

Category: દેવી દેવતાઓ, શ્રી ગણેશ, ઉપાસના, યજ્ઞ
Posted on Thursday, March 11th, 2010

Related posts:

  1. શ્રી ગણેશ કથા – વિવાહ
  2. શ્રી ગણેશ
  3. શ્રી ગણેશ કથા – મૂષકવાહન
  4. શ્રી ગણેશ ચતુર્થી
  5. શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – વરાહ પુરાણ
  6. શ્રી ગણેશ કથા – ઉત્પત્તિ – શિવપુરાણ
  7. શ્રી ગણેશ આરતી
  8. શ્રી ગણેશ ચાલીસા
  9. શ્રી ગણેશ અથર્વશીર્ષ
  10. શ્રી ગણેશ સ્તુતિ – તુલસીદાસ

Leave a Reply

*