યજ્ઞ અને વૈદિક કર્મ

શ્રી સ્વામી ગણેશાનન્દજીની પ્રેરણાથી સને ૨૦૦૦ થી શ્રી સોમનાથ મહાદેવમાં સતત અખંડ અગ્નિ(હવાનાગ્ની) સળગતો રાખવામાં આવે છે. દરરોજ સવારે શ્રી સ્વામી ગણેશાનન્દજીની અધ્યક્ષતામાં શ્રી સુક્ત, શ્રી પુરુષ સુક્ત અને નવ ગ્રહનો હોમ કરવામાં આવે છે, જેમાં ઘણા ભાવિક ભક્તો ભાગ લે છે.

આ ઉપરાંત મંદિરમાં વિવિધ પર્વ પર યજ્ઞનું આયોજન કરવામાં આવે છે. જેમ કે હનુમાન જયંતી નિમિતે મારુતિ યજ્ઞ, ગણેશ ચતુર્થી નિમિતે ગણેશ યજ્ઞ અને શિવરાત્રી નિમિતે હોમાત્મક લઘુરુદ્રનું આયોજન કરવામાં આવે છે.