બાળ સંસ્કાર

શ્રી સોમનાથ મહાદેવમાં દરરોજ સાંજના ૭૦-૮૦ બાળકો આરતીમાં ભાગ લે છે. આરતી બાદ બાળકો દ્વારા શ્રી હનુમાન ચાલીસાના ત્રણ વખત પાઠ કરવામાં આવે છે. અને “સાંઈ રામ” ની ૧૦૮ વખત ધૂન કરવામાં આવે છે. ત્યાર બાદ બાળકોમાં પ્રસાદ-નાસ્તાનું વિતરણ કરવામાં આવે છે. શ્રી સ્વામી ગણેશાનન્દજી અને ભક્તજનો દ્વારા બાળકો માટેના પ્રસાદ-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે.

આપ પણ આ કાર્યમાં બાળકો માટેના પ્રસાદ-નાસ્તાની સેવા આપીને લાભ લઇ શકો છો.