અન્નક્ષેત્ર
શ્રી સોમનાથ મહાદેવ અન્નક્ષેત્ર દ્વારા દરરોજ સાધુસંતો અને ગરીબોને ભોજન-પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. આપ પણ આ સેવાકાર્યનો લ્હાવો તિથીભોજનમાં નામ લખાવીને લઇ શકો છો.
- ૨૦૧ – એક વખત
- ૫૦૧ – એક વખત (મિષ્ઠાન)
- ૫૦૦૧ – આજીવન તિથિ
તિથિભોજન
અન્નદાન
અન્નદાન એ એક મહાન દાન છે. અન્નદાન જેવું બીજું એકેય પુણ્ય નથી. ધર્મશાસ્ત્રમાં લખ્યું છે કે, અન્નદાન મહાપવિત્ર છે અને ત્રણે તાપનો નાશ કરનાર છે તેમજ સર્વ સુખ દેનારું છે. માટે અન્નદાન હંમેશાં શ્રદ્ધાપૂર્વક દેવું. અન્નદાન કરનાર વ્યક્તિ અક્ષયસુખને પામે છે અને આ લોકમાં ઉત્તમ યશ પામીને મોક્ષપદને પ્રાપ્ત કરે છે.
પરાશર મુનિ કહે છે, જે મનુષ્ય સદા એકાગ્ર મનથી અન્નદાન કરે છે તેને કદી કષ્ટ આવતું નથી. થાકેલા અને પૂર્વે નહીં થાકેલા પથિકને શ્રદ્ધાપૂર્વક જે અન્નદાન આપે છે તેને મોટું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે ને અતિથિને જમાડયા પછી જમવું એ સમાન કોઈ ધર્મ નથી.